ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડોના વિરોધમાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર યાત્રા કાઢવામાં આવી છે. આ ટ્રેક્ટર યાત્રા આજે સાંજે હળવદ પહોંચી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા. તેમજ હળવદ કોંગ્રેસના આગેવાનો જોડાઈને ખેડૂતોના વિકાસ મુદ્દાની સરકારની નીતિ રીતિની ઝાટકણી કાઢી હતી.
કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા પહોંચી હળવદ, ધાનાણી સહિત કોંગી નેતાઓ ઉપસ્થિત - Ravi Motvani
મોરબીઃ ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કચ્છના ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર યાત્રા કાઢવામાં આવી રહી છે. જે યાત્રા ગત રાત્રીના હળવદ પહોંચી હતી અને ત્યાંથી પ્રસ્થાન કરીને અમદાવાદ તરફ આગળ વધી છે.
કોંગ્રેસની ભ્રષ્ટાચારના વિરોધમાં નીકળેલી ટ્રેક્ટર યાત્રા હળવદ પહોંચી,પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓ રહ્યા ઉપસ્થિત
આજે 40 થી વધુ ટ્રેક્ટરો સાથેની આ યાત્રા હળવદ પહોંચી હતી. જેમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખાસ હાજરી આપી હતી અને રાજ્ય સરકારની નીતી રીતી સામે સવાલો ઉભા કર્યા હતા. હળવદ કોંગ્રેસના જેન્તીભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ, ડૉ અનીલભાઈ પટેલ,વાસુદેવભાઈ પટેલ, જટુભા ઝાલા,ઓધાભાઈ ઠાકોર, સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આ ટ્રેકટર યાત્રા રાત્રીના હળવદ પહોંચી હતી ,જ્યાં રાત્રીરોકાણ કરીને સવારે અમદાવાદ તરફ રવાના થઇ હતી.