ગુજરાત

gujarat

ETV Bharat / state

આ કેવું...? બ્રીજેશ મેરજાએ રાજીનામું આપતા જીલ્લા કોંગ્રેસે ફટાકડા ફોડયા ! - ગુજરાત કોંગ્રેસ

મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાંથી કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ કોંગી કાર્યકરોએ શહેરમાં ફટાકડા ફોડી દેખાવ કર્યો હતો.

morbi
morbi

By

Published : Jun 5, 2020, 7:27 PM IST

મોરબીઃ મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. આ સાથે ધારાસભ્ય પદેથી પણ તેમણે રાજીનામું આપ્યું છે. મેરજાના રાજીનામાંથી મોરબી કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દેતા કોંગ્રસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને હાલમાં ટંકારા ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ તેમને પડકાર આપ્યો છે કે મોરબી-માળિયા બેઠકની પેટાચૂંટણી યોજાઇ ત્યારે ભાજપ દ્વારા મેરજાને ટિકિટ આપવામાં આવે અને ભાજપ આ બેઠક પરથી કેવી રીતે જીતે છે તે જોઈએ.

મોરબી

આ ઉપરાંત તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે ભાજપના કોઇ પણ નેતાએ તેઓનો સંપર્ક કર્યો નથી અને તેઓ ક્યારે પણ કોંગ્રેસને છોડીને જવાના નથી. જ્યારે બીજી બાજુ વાંકાનેરના ધારાસભ્યએ કહ્યુ છે કે, કોંગ્રેસના મતદારો, આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સાથે બ્રિજશ મેરજાએ દગો કર્યો છે. આજે કોંગેસ જીલ્લા પ્રમુખ લલિત કગથરાની આગેવાનીમાં જીઆરડીસી નજીક બ્રિજેશ મેરજાનો વિરોધ કરીને ફટાકડા ફોડયા હતા અને રોડ પર બેસીને દેખાવ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details