ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કૃષિ બિલના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણાં

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. જે ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ અગ્રણીએ આજે ધરણાં કર્યા હતા. તે ઉપરાંત જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદન પાઠવ્યું હતું.

Congress
મોરબી

By

Published : Dec 4, 2020, 8:05 PM IST

  • કૃષિ બિલના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસે પાઠવ્યું આવેદન
  • ખેડૂતો માટે સમર્થન પણ એક પણ ખેડૂત ના જોડાયા
  • કોંગ્રેસ અગ્રણી તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા


મોરબી : કૃષિ બિલના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને સમર્થન આપવાના હેતુથી આજે નવા બસ સ્ટેન્ડ નજીક કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી એક દિવસના ધરણાં પર બેઠા હતા. તે ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત આંદોલનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, કે ડી પડસુંબીયા, મુકેશભાઈ ગામી, પોલાભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ડાભી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જેને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ બાદમાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

મોરબીમાં કૃષિ બિલના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણાં
કોરોનાના કાળમાં નેતાઓ જ નિયમ તોડવામાં અગ્રેસર

ભાજપ નેતાઓ જ નહિ કોંગ્રેસ નેતાઓ પણ નિયમો તોડતા જોવા મળે છે. આજે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વેળાએ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. જ્યારે ખેડૂતોના સમર્થનમાં કરેલ કાર્યક્રમમાં ખેડૂતોની જ પાંખી હાજરી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details