ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, મોરબી અને ટંકારામાં કોંગ્રેસની બેઠક મળી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ચૂંટણી જંગ માટેની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે મોરબી ખાતે બે જિલ્લા પંચાયત બેઠકો પર કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા નિરીક્ષક ટીમે મીટીંગ યોજી હતી.

મોરબી અને ટંકારામાં કોંગ્રેસની બેઠક મળી
મોરબી અને ટંકારામાં કોંગ્રેસની બેઠક મળી

By

Published : Jan 18, 2021, 8:16 PM IST

  • મોરબી અને ટંકારામાં કોંગ્રેસની બેઠક મળી
  • કોંગ્રસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા નિરીક્ષકે બગથળા અને ટંકારાની મુલાકાત લીધી
  • મોરબી જિલ્લાની તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો

મોરબીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને જિલ્લા નિરીક્ષક કરણસિંહ જાડેજા સોમવારે મોરબી આવ્યાં હતા. જ્યાં મોરબીની બગથળા અને ટંકારા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજી હતી. આ તકે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે મહા જનસંપર્ક અભિયાન શરુ કર્યું છે અને ગુજરાતભરમાં 7000 બેઠકો યોજાશે જે અંતર્ગત સોમવારે જિલ્લા પંચાયતની બગથળા અને ટંકારા બેઠક ખાતે કાર્યકરો સાથે મીટીંગ યોજી હતી.

ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો
ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂત અને ગામડા વિરોધી છે. ખેડૂતોને વર્ષ 2008-09 માં જે ભાવો મળતા તે ભાવો આજે મળતા નથી, તો ખર્ચ બમણો થયો છે. શિક્ષણ અને આરોગ્ય સેવા મોંઘી થઇ છે. સરકાર કૃષિ વિરોધી કાયદા લાવી છે જેના વિરોધમાં ખેડૂત આંદોલન ચલાવી રહ્યા છે, જેને કોંગ્રેસ સમર્થન આપે છે.

કોંગ્રેસ અગ્રણી સહિતના નેતાઓ તેમજ કાર્યકરો જોડાયા

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીત કગથરાએ જણાવ્યું હતું કે, દરેક બેઠક પર 3-4 ઉમેદવારો રેસમાં છે. તેમણે ટંકારા તાલુકા પંચાયતની તમામ 16 બેઠક તેમજ જિલ્લા પંચાયતની 24 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં કોંગ્રેસ અગ્રણી જયંતી પટેલ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મોરબી અને ટંકારામાં કોંગ્રેસની બેઠક મળી

ABOUT THE AUTHOR

...view details