- ખેડૂત આંદોલનના દિવંગત ખેડૂતોને કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
- કોંગ્રેસના નેતાઓએ સરકાર પર કર્યા પ્રહારો
- સત્તાના જોરે દબાવી દેવાની અને લોકશાહી ખત્મ કરવાની કોશિશ : ઇન્દ્રનીલ રાજ્યગુરુ
મોરબીઃ દિલ્હી ખેડૂત આંદોલન દરમિયાન 20 ખેડૂતોના મોત નિપજ્યા છે. ત્યારે મોરબીમાં દિવંગત ખેડૂતોને કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપવામાટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં કોંગ્રસના નેતાઓએ કેન્દ્રના કૃષિ બીલનો વિરોદ્ધ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમાં રહ્યા ઉપસ્થિત
જિલ્લા કોંગ્રેસ આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લક્ષ્મણભાઈ કણઝારીયા, જયંતીભાઈ પટેલ, કે.ડી પડસુંબીયા, મુકેશભાઈ ગામી સહિતના તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા બસ સ્ટેન્ડ નજીક મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
સત્તાના જોરે દબાવી દેવાની અને લોકશાહી ખત્મ કરવાની કોશિશ : ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સત્તાના જોરે દબાવી દેવાની અને લોકશાહી ખત્મ કરવાની કોશિશ કરતા હોવાના પ્રહારો કર્યા હતા. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સરકાર કૃષિ બીલો પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી.