ટંકારા બઘડાટી પ્રકરણમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ 31 ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં ટંકારા પોલીસે આરોપી સલીમ અલાણાભાઇ સંઘી, અલ્તાફ ગફારભાઇ સંઘી, જુમાભાઇ હાસમભાઇ સંઘી, યાસીન કાસમભાઇ સંઘી, સીંકદર મામદભાઇ સંઘી, રફીક મામદભાઇ સંઘી, હારૂનભાઇ જુમાભાઇ સંઘી, ગફારભાઇ જુમાભાઇ સંઘી, જાવેદ ઇબ્રાહિમ, ઇમરાન ઇબ્રાહિમભાઇ સંઘી, કાસમ જીવાભાઈ સંઘી અને અબ્દુલ મહેબૂબ સંઘીની ટંકારા પોલીસે અટકાયત કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારામાં પરિજનો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, 12ની અટકાયત - Conflicts
મોરબીઃ ટંકારામાં 4 ફેબ્રુઆરીએ એક જ પરિવારના સભ્યો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં સામસામે બઘડાટી બોલી જતા પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં છ લોકોને ઈજા થઇ હતી. આ અંગે સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ટંકારા પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.
![ટંકારામાં પરિજનો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, 12ની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2383570-1092-de2ef608-37a5-4c26-bfcd-1f3fc94adba3.jpg)
સ્પોટ ફોટો
જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આદરી છે.