મોરબી: જિલ્લાના મચ્છી પીઠ વિસ્તારમાં સાંજના સમયે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. આ મારામારીની ઘટનામાં છુટા પથ્થરો અને સોડા બોટલના ઘા ઝીંકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાથી આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી હતી. આ ઘટનાની જાણ થતા મોરબી ડીવાયએસપી અને એ ડિવિઝન કાફલો ઘટા સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના મચ્છી પીઠમાં જૂથ અથડામણ મામલે ફરિયાદ દાખલ
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલા મચ્છી પીઠમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. આ મારામારીની ઘટનામાં છુટા પથ્થર તેમજ સોડાની બોટલના ઘા ઝીંકવામાં આવતા મચ્છી પીઠ તેમજ નજીકમાં આવેલા જુના બસ સ્ટેન્ડમાં નાસભાગ મચી હતી. જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ETV BHARAT
સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં હબીબભાઈ સાયાભાઈ ભટ્ટીએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હુશેન સીદીકભાઈ ખોડ, શાહરૂખ હાજીભાઈ ખોડ, અસલમ હાજીભાઈ ખોડ, ઈરાન હાજીભાઇ ખોડ, જુસબ હુશેનભાઈ ખોડ અને ઇમરાન હુશેનભાઈ ખોડએ આગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી મારામારી કરી કરી હતી. ફરિયાદીએ પથ્થરો તથા સોડા બોટલોના છુટા ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદએ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.