ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ધોળે દિવસે લૂંટના બનાવમાં બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના રવાપર કેનાલ રોડ પર ધોળે દિવસે બે ઇસમોએ આવીને રિવોલ્વર બતાવીને આંખમાં મરચાની ભૂકી છાંટીને આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટવાનો પ્રયાસ કરાયો હોય જે બનાવ મામલે પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીમાં ધોળે દિવસે લૂંટના બનાવમાં બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ
મોરબીમાં ધોળે દિવસે લૂંટના બનાવમાં બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

By

Published : Sep 30, 2021, 9:49 AM IST

  • ભોગ બનનાર પાસે કેટલી રકમ હતી તે હજુ સ્પષ્ટ નહિ
  • ફરિયાદમાં પણ રકમનો ઉલ્લેખ ના થતા અનેક તર્કવિતર્ક
  • CCTV કેમેરાની મદદથી પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : કેનાલ રોડ પર ધોળે દિવસે બે ઇસમોએ આવીને રિવોલ્વર બતાવીને આંખમાં મરચાની ભૂકી છાંટીને આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટવાનો પ્રયાસ કરાયો હોય. જે, બનાવ મામલે વસંતભાઈ ગંગારામભાઈ બાવરવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે આંગડીયા પેઢીમાં કમીશન પર કામ કરતા હોય અને આંગડીયાની રોકડ રકમ લઈને જતા હોય જેમાં પાર્સલમાં કેટલા રૂપિયા હતા તે વસંતભાઈને ખબર ના હોય દરમીયાન તેઓ રવાપર કેનાલ રોડ પર લીલાલહેર બાજુમાં પહોંચ્યા ત્યારે મોટરસાયકલમાં આવેલ ઇસમોએ મરચાની ભૂકી છાંટી વસંતભાઈ પાસે રહેલ રોકડા રૂપિયાના પાર્સલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ધટના અંગે નો અહેવાલ

મોરબીમાં ધોળે દિવસે લૂંટના બનાવમાં બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ ગંગારામભાઈ બાવરવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે આંગડીયા પેઢીમાં કમીશન પર કામ કરતા હોય અને આંગડીયાની રોકડ રકમ લઈને જતા હોય જેમાં પાર્સલમાં કેટલા રૂપિયા હતા તે વસંતભાઈને ખબર ના હોય દરમીયાન તેઓ રવાપર કેનાલ રોડ પર લીલાલહેર બાજુમાં પહોંચ્યા ત્યારે મોટરસાયકલમાં આવેલ ઇસમોએ મરચાની ભૂકી છાંટી વસંતભાઈ પાસે રહેલ રોકડા રૂપિયાના પાર્સલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી એક પાર્સલ તૂટી જતા એક અજાણ્યા ઇસમેં રૂપિયાની બંડલ લઈને ભાગવા પ્રયાસ કરતા વસંતભાઈએ મોટરસાયકલની ચાવી કાઢી લીધી હતી.

આ પણ વાંચો : હળવદ પોલીસ મથકના લોકઅપમા હત્યાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપધાત

પોલીસે લૂંટની ફરિયાદ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

આરોપીઓએ લોખંડના પાઈપ મોટરસાયકલ વ્હીલમાં ભરાવી દેતા લૂંટના ઈરાદે આવેલ ઇસમોના હાથમાં રહેલ રૂપિયાની બંડલ પડી જતા અજાણ્યા ઇસમોએ રિવોલ્વર જેવા હથીયારથી ફરિયાદી વસંતભાઈને માથાના ભાગે બે થી ત્રણ ઘા મારી ઈજા કરી હતી અને અજાણ્યા ઈસમો તૂટી ગયેલ પાર્સલમાંથી કેટલા પૈસા લઇ ગયેલ તે પણ ખબર ના હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે લૂંટની ફરિયાદ તેમજ મારામારી અને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કચ્છ S.O.G એ 14 કિલો ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડયા

CCTV કેમેરાની મદદથી પોલીસે તપાસ હાથ ધરી

મોરબીમાં ધોળે દિવસે રિવોલ્વર બતાવી આંગડીયા કર્મચારીને લૂંટવાનો જે બનાવ બન્યો તેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે વાયરલ થયેલા વિડીયો તેમજ વિસ્તારમાં રહેલા CCTV કેમેરાની મદદથી એ ડીવીઝન PI બી.પી. સોનારાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details