વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચાર ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેરના કણકોટમાં 2.79 લાખની સરકારી રકમની ઉચાપત કર્યાની ફરિયાદ - 2.79 લાખની સરકારી રકમની ઉચાપત
વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચાર ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકોનેર તાલુકાના વિકાસ અધિકારી વિમલ ગઢવીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કણકોટ ગામ ખાતે ખારાના તળાવ ઊંડું ઉતારવાનું કામ અને ખારચિયાનું તળાવ ઊંડું ઉતારવાનું કામ મનરેગા-નરેગા યોજના હેઠળ કરવાનું હતું. જેમાં 22/06/2009થી 04/07/2009 ખારાના તળાવમાં રૂ 1,92,080નો ખર્ચ અને ખારચિયા તળાવમાં રૂ. 87,109 ખર્ચ કરી આરોપી અધિક મદદનીશ ઈજનેર એમ.આર.શેરશીયા, ટેકનીકલ આસી. પી એન ચૌહાણ, કણકોટના સરપંચ વી.બી.ઝાલા અને મંજુર હુશેન બાદી (મેટ મનરેગા)એ ચારેય દ્વારા કામના ખોટા મસ્ટરરોલ, જોબકાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી થયેલા કામ કરતા વધુ માપની નોંધણી કરી ગેરરીતી આચરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારના રૂ 2,79,189નું નુકશાન કરી ગંભીર નાણાંકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.