- મોરબીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ
- અજાણ્યા શખસે 6 મહિના પહેલા દુષ્કર્મ આચર્યું
- પીડિતાના ભાઈએ આરોપી સામે નોંધાવી ફરિયાદ
- 6 માસનો ગર્ભ હોવાની માહિતી મળતા નોંધાવી ફરિયાદ
મોરબીમાં 6 મહિના પહેલા માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ફરિયાદ - માળિયા
મોરબીમાં માળિયા પંથકમાં માનસિક અસ્થિર યુવતી સાથે છ મહિના પહેલા અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી થઈ જતા ભોગ બનનાર યુવતીના ભાઈએ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીમાં 6 મહિના પહેલા માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરનારા આરોપી સામે ફરિયાદ
માળિયાઃ પંથકમાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. હાલ યુવતીને સાડા 5થી 6 માસનો ગર્ભ હોવાની માહિતી મળી છે. જે બનાવ મામલે ભોગ બનનારાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, માળિયાના ગ્રામ્ય પંથકમા 5થી 6 માસ અગાઉ અજાણ્યા શખસે તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદીની બહેન માનસિક રીતે અસંતુલિત છે.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.