ગુજરાત

gujarat

ETV Bharat / state

પતિ પત્નીના મૃતદેહ મળી આવતા પંથકમાં ફેલાય અરેરાટી - Suicide in love relationship

હળવદના ટીકર ગામે શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીનો મૃતદેહ (Morbi Crime News) મળી આવ્યો હતો. જેને મૃતક યુવકના નાનાભાઇએ પાડોશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. (Husband wife suicide case in Tikar village)

પતિ પત્નીના મૃતદેહ મળી આવતા પંથકમાં ફેલાય અરેરાટી
પતિ પત્નીના મૃતદેહ મળી આવતા પંથકમાં ફેલાય અરેરાટી

By

Published : Dec 12, 2022, 6:16 PM IST

મોરબી : હળવદ તાલુકામાં બે દિવસ પહેલા છેવાડાના ગામ એવા ટીકર ગામે રણની ઢસી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક યુવકના નાનાભાઇએ હળવદ પોલીસ મથકમાં મૃતકના ચાર પાડોશી (Morbi Crime News) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. (Husband wife committed suicide in Halwad)

શું હતો સમગ્ર મામલો ફરિયાદી રાજુ સુરાણીએ આરોપી માવજી નાનજી, ચંપાબેન માવજીભાઇ, મુરીબેન નાનજીભાઇ અને નાનજીભાઇ જીવાભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, ગઇ તારીખ 08ના રોજ સવારના આઠેક વાગ્યે રાજુ મજુરી કરી પાછો આવ્યો, ત્યારે તેમની પત્ની રમીલાએ મને વાત કરેલી કે તેમના મોટાભાઈ શૈલેષભાઇ અને સરોજભાભી બપોરના જમીને ટીકર રણમાં મીઠાના કામ માટે ગયેલા છે. જે હજી સુધી ઘરે પાછા આવેલા નથી. જેથી રાજુભાઇ તથા તેમના બનેવી સુરેશ તેમજ તેમના ફુઇનો દિકરો અરવિંદ એમ ત્રણેય મોટરસાયકલથી ટીકર રણની ઢસી ખારી ગુંદરાણી વિસ્તારમાં આશરે સાતેક વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા તેમના શૈલેષ તેમજ તેમના ભાભી સરોજબેનનું મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે બંનેને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. (Husband wife suicide case)

ચારીત્રય બાબતે ઝગડો વધુમાં તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ બનાવ બન્યાના પંદરેક દીવસ પહેલા ટીકર ગામના વતની માવજીભાઇ નાનજીભાઇની પત્ની ચંપાબેને તેમના શૈલેષને ફોન કરીને કહેલ હતુ કે, તારી પત્ની મારા પતિ સાથે સંબંધ રાખે છે અને તેને સમજાવી દે જે. ત્યારબાદ તેણે તેમના ભાભીને પણ ફોન પર ઠપકો આપેલોહતો. જેથી શૈલેષભાઈ તેમજ ભાભી સરોજબેન તેના ઘરે આ બાબતે મળવા જતા માવજી તેમજ માવજીની પત્ની ચંપાબેન, માવજીના માતા મુરીબેન, માવજીના પિતા નાનજીભાઇ સાથે શૈલેશભાઈ, સરોજબેનના ચારિત્ર્ય બાબતે ઝગડો કર્યો હતો. (Husband wife suicide case in Tikar village)

મૃતક પાસેથી વીડિયો ક્લિપ મળી વધુમાં ફરીયાદમાં હતું કે, તે પછી તે જ દીવસે ઘર પાસે આવી આ ચારેય લોકો તેમના ભાઇ-ભાભી સાથે ઝગડો કર્યા અને આ ઝગડાના સમયે રાજુભાઇ પણ હાજર હતા, ત્યારે માવજીના પત્ની ચંપાબેન અને તેના માતા મુરીબેન, પિતા નાનજીભાઇ જીવાભાઇએ રાજુભાઇના ભાભી સરોજબેનના માવજી સાથે પ્રેમ સબંધ હોવાની વાત કરી, અપશબ્દ આપી ઝગડો કર્યો હતો. જે બાદ દંપતીએ સજોડે આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે રાજુભાઇએ મૃતક શૈલેષભાઈનો ફોન ચકાસતા તેમાં કે વીડિયો ક્લિપ મળી આવી હતી. જેમાં દંપતી એવું જાહેર કરે છે પાડોશી આરોપીઓનાં માનસિક ત્રાસના કારણે બંને અંતિમ પગલું ભરી રહ્યા છે. (Suicide in love relationship)

ABOUT THE AUTHOR

...view details