ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ટંકારા લેઉવા પાટીદાર સમાજે કોરોનાની મહામારી વચ્ચે સમુહ નહીં સૌના ઘરે જ કર્યું લગ્નનું આયોજન - લેઉવા પાટીદાર સમાજ

હાલમાં કોરોનાની મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવું એ ખૂબ જોખમી રહેતું હોય છે. એવામાં પાટીદાર લેઉવા પટેલ સમાજ દ્વારા આફતને અવસરમાં પલટીને સમાજને નવીરાહ ચીંધી છે. ટંકારા પંથકમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના આયોજકોએ નિયમ મુજબ દરેક યુગલના ઘરે જ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા મહિલા સમિતી આયોજિત દ્વિતીય સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા.

mass wedding
mass wedding

By

Published : Nov 27, 2020, 5:32 PM IST

  • પાટીદાર સમાજે આફતને અવસરમાં પલટ્યો
  • કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાયા સમૂહ લગ્ન
  • નવદંપતીએ પોતાના ઘર એજ લગ્ન અવસરને દીપાવ્યો


મોરબીઃ રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ની નવી ગાઇડલાયન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નવી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી લગ્ન પ્રસંગ, સગાઇ સહિતના સામાજિક પ્રસંગોમાં બંને પક્ષોના મળી કુલ 100 વ્યક્તિને ઉપસ્થિતિ રહેવા જણાવ્યું છે. ત્યારે ટંકારા પંથકમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના આયોજકોએ નિયમ મુજબ દરેક યુગલના ઘરે જ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા આજે ગુરુવારે મહિલા સમિતી આયોજિત દ્વિતીય સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા.

કોરોના રોગચાળામાં મોરબી પાટીદાર સમાજનું પ્રશંસનીય કાર્ય

26 દંપતીએ એક સાથે પ્રભુતામાં પગલા માંડ્યા

હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આયોજકોએ સરકારની ગાઈડલાઈનને અનુસરીને લગ્ન ગ્રંથીથી જોડાનાર પંથકના તમામ 26 યુગલને એક મંડપ નીચે લગ્નવિધિ કરવાના બદલે પોતપોતાના ઘર આંગણે એક જ સમયે નિયમ અનુસાર મહેમાનોની ઉપસ્થિતીમાં લગ્નના તાંતણે જોડવાનો સરાહનિય નિર્ણય કરાયો હતો. આયોજક ટીમ લગ્નથી જોડાનારા દરેક યુગલ પરિવારના આંગણે પહોંચી આશીર્વાદ રૂપે ચોરી-મંડપ અને ભોજન ખર્ચની નિયત કરાયેલી રૂપિયા 20,000 સાથે કરીયાવર ઘરે જઈને પહોંચાડવામાં આવ્યો હતો.

એક યુગલ પાછળ સમિતિએ 1,40,000નો ખર્ચ કર્યો

સમાજની આયોજન કમિટીના સભ્યોની ટીમ લગ્નથી જોડાનાર નવદંપતીને આશીર્વાદ આપવા ઘરઆંગણે યોજાયેલા સ્થળે હસ્તમેળાપ વખતે પહોંચી ગઈ હતી અને દરેક નવદંપતીને લગ્નનું પ્રમાણપત્ર આપવમાં આવ્યું હતું. અને દરેક યુગલને ઘરે કરાયેલા ચોરી-મંડપ ખર્ચના રૂપિયા 5000/- તથા ભોજનખર્ચના રૂપિયા 15000 રોકડા આપવા સાથે નવવધૂ કન્યાઓને રૂપિયા 1,20,000ની કુલ 77 પ્રકારની વસ્તુ કરિયાવરરૂપે ભેટમાં આપવામાં આવી છે. આમ એક યુગલ પાછળ સમિતિએ 1,40,000નો ખર્ચ કર્યો છે.

સરકારની ગાઈડલાઈનને અનુસરી સમૂહ લગ્ન


સમાંન્ય રીતે સમૂહ લગ્નમાં 9થી 10 હજાર જેટલા લોકો ઉપસ્થિત થતા હોય છે અને એક જ મંડપ નીચે નવદંપતીઓ નવા જીવનની શરૂઆત કરતા હોય છે પરંતુ કોરોના મહામારી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગ્ન પોતાના ઘરે જ યોજ્યા હતા. તેમજ કન્યાએ લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. તો કન્યાના પિતાએ જાવ્યું હતું કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેથી સાવચેતી સાથે લગ્નનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. જેથી લગ્નમાં ખર્ચ પણ બચશે અને આરોગ્યના જોખમની ચિંતા પણ હળવી બનશે.


હાલમાં કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવુંએ ખુબ જોખમી રહેતું હોય છે. એવામાં પાટીદાર લેઉવા પટેલ સમાજ દ્વારા આફતને અવસરમાં પલટીને સમાજને નવીરાહ ચીંધી છે અને સાવચેતી સાથે પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેથી અનેક ફાયદાઓ રહેલા છે અને દરેક પિતાની આશા હોય છે કે તેની દીકરીની ડોલી તેના દરવાજેથી જ ઉઠે જે પણ પૂર્ણ થાય છે.

ABOUT THE AUTHOR

...view details