ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: ભીડભાડવાળી જગ્યા-પ્રવાસ પર જવાનું ટાળવા મોરબી કલેકટરની અપીલ

કોરોનાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 11 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા ઉપરાંત પોલીટેકનીક કોલેજમાં ક્વોરોન્ટાઈન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે ઉપરાંત કલેકટર દ્વારા પ્રવાસ ટાળવા અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે.

a
કોરોના ઈફેક્ટ: ભીડભાડવાળી જગ્યા-પ્રવાસ પર જવાનું ટાળવા મોરબી કલેકટરની અપીલ

By

Published : Mar 20, 2020, 5:11 PM IST

મોરબીઃ કોરોનાના કહેર વચ્ચે આજે જીલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી મળેલી એડવાઈઝરીનું પાલન કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા છે. સાથે જ કર્મચારીઓ અને અધિકારીઓ એકત્રીત ન થાય તે માટે મીટીંગ ન યોજવા પણ સુચના આપી છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઉપરાંત પોલીટેકનીક કોલેજ ખાતે ક્વોરોન્ટાઈન ફેસીલીટી ઉભી કરાઈ છે, જેથી કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેના સંપર્કમાં આવેલી વ્યક્તિને અહીં રખાશે.

કોરોના ઈફેક્ટ: ભીડભાડવાળી જગ્યા-પ્રવાસ પર જવાનું ટાળવા મોરબી કલેકટરની અપીલ

ઉપરાંત પત્રકાર પરિષદમાં માસ્કના કાળાબજાર અંગે તંત્ર સજાગ હોય અને કાળા બજાર કરનારા સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જીલ્લા કલેકટર કચેરીના બે ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. અધિકારીઓ, કર્મચારી તેમજ અરજદારોને સેનેટાઈઝરથી હાથ સાફ કરી બાદમાં જ પ્રવેશ અપાઈ રહ્યો છે. કોરોનાના હાહાકારને પગલે જીલ્લા કલેકટર દ્વારા નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા તેમજ પ્રવાસ ટાળવા પણ ખાસ અનુરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details