ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન વચ્ચે મોરબીમાં 116 યુનિટોને ચલાવવા માટે ક્લેક્ટરે આપી મંજૂરી - Industrial units approved

સરકાર દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ કેટલાક ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા હાલમાં 116 જેટલા મેડીકલ, કૃષિ, પ્લાસ્ટિક, પેકેજીંગ અને પોલીપેકના યુનીટને ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

etv bharat
લોકડાઉન વચ્ચે મોરબીમાં ૧૧૬ યુનિટોને ચલાવવા માટે ક્લેક્ટરે આપી મંજુરી

By

Published : Apr 15, 2020, 7:15 PM IST

મોરબીઃ સરકાર દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ કેટલાક ઔદ્યોગિક એકમોને મંજુરી આપવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલા જુદાજુદા યુનિટો દ્વારા કારખાના ચલાવવા માટેની મંજુરી માંગવામાં આવી હતી. જેમાંથી જિલ્લા કલેક્ટર દ્વારા હાલમાં 116 જેટલા મેડીકલ, કૃષિ, પ્લાસ્ટિક, પેકેજીંગ અને પોલીપેકના યુનીટને ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

ફૂડ પ્રોડક્ટ અને ફ્રુટ તેમજ શાકભાજીના પેકિંગ માટે પ્લાસ્ટિક પેકેજીંગ અને પેપેર પેકેજીન્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી જિલ્લામાં આવેલા પ્લાસ્ટિક, પેકેજીંગ અને પોલીપેકના યુનીટને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લામાંથી બીજા પણ કેટલાક કારખાનેદારો દ્વારા કારખાના ચલાવવા માટેની મંજૂરી માગવામાં આવી હતી. જોકે, કોરોના વાઇરસની અસરને ધ્યાનમાં રાખીને હાલમાં ફૂડના પેકિંગ માટે ઉપયોગમાં લઇ શકાય તે માટે પેકેજીંગ સહિતના જરૂરી યુનિટોને જ મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details