આ પ્રસંગે પ્રધાન જયેશ રાદડિયા, સાંસદ મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. લોકાર્પણ અને ખાતમુર્હત બાદ ગૃહ પ્રધાને રાજ્યમાં સરકારે કાયદો અને વ્યવસ્થા માટે કરેલા કાર્યોની પ્રસંશા કરી હતી રાજ્યમાં દારૂબંધી, ગૌહત્યા માટે કડક કાયદા તેમજ સીસીટીવી કેમેરાથી સુરક્ષા સહિતની કામગીરીને વખાણી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબી જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી - મોરબી જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં હાજરી
મોરબીઃ ગુરૂવારના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ફરી મોરબીના પ્રવાસે પધાર્યા હતાં, જ્યાં તેમને એસપી કચેરી અને મહિલા દૂધ સંઘના ચિલિંગ પ્લાન્ટનું ખાત મુર્હત કર્યુ હતું. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે 12 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક એસપી કચેરીનું લોકાર્પણ કરાયું હતું, તદ ઉપરાંત પંચાસર નજીક 10 કરોડના ખર્ચે તૈયાર થનાર મહિલા દૂધ સંઘના ચિલિંગ પ્લાન્ટ અને બિલ્ડીંગનું ખાત મુર્હત પણ કર્યુ હતું.
![મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબી જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4990043-thumbnail-3x2-mrb.jpg)
રાજ્યના મુખ્ય પ્રધાને પ્રવચનની શરૂઆત 'મહા' વાવાઝોડાથી કરીને જણાવ્યું હતું કે જ્યાં સુધી સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ દરિયાકાંઠે બેઠા છે, ત્યાં સુધી ગુજરાતને ચિંતાની જરૂર નથી આમ, છતાં સરકારે પૂરતી તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું. તો સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા જળ સંચય, સુજલામ અને સૌની યોજનાની કામગીરીની પ્રસંશા કરી હતી તો બહેનોને પગભર બનવવા માટે મોરબી મહિલા દૂધ સંઘની પ્રસંશા કરી હતી, આ સાથે રાજ્ય સરકારે પંચાયતથી લઈને પોલીસ વિભાગમાં મહિલાઓ માટે સરકારે કરેલો ભરતી અને મહિલા અનામતની યાદ અપાવીને કોંગ્રેસ પાર આકરા પ્રહારો કર્યા હતાં, સાથે જ મોરબીના મંચ પરથી ફરી ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતોને નુકશાન થયું છે તેને પુરી સહાય આપવામાં આવશે અને ખેડૂતોની ચિંતા સરકાર કરશે.