મોરબીઃઃ મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખોખરા હરિહર ધામમાં 4 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલું છે. આ કથાના કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ (CM In Ramkatha at Morbi )ઉપસ્થિત રહ્યા હતાં. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (BJP National General Secretary Kailash Vijayvargiya), સાંસદ મોહન કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને ધારાસભ્ય લલિત કગથરા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ગૌ મહિમા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મ મહોત્સવ અધ્યક્ષ અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ અને વિશ્વની સૌથી મોટી ગૌશાળા સ્થાપિત કરનાર તપસ્વી દતશરણાનંદજી મહારાજ સહિતના સાધુ સંતોએ ઉપસ્થિત લોકો અને ગૌ પ્રેમીઓએ ગૌ મહિમા વિશે જણાવ્યું હતું.
બેલા ખોખરા હરિહર ધામમાં 4 એપ્રિલથી 16 એપ્રિલ સુધી રામકથાનું આયોજન કરવામાં આવેલું છે આ પણ વાંચોઃ મુખ્યપ્રધાના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ અંબાજી કોટેશ્વરના ગ્રામજનોને થયો
108 ફૂટની પ્રતિમાના કર્યાં વખાણ -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel in Morbi)જણાવ્યું હતું કે બધાના વિષયો પર અલગ અલગ વાતચીત કરી પણ અહીંયાં તો બધાનો વિષય જ એક છે. ગૌ મહિમા અને ગૌ માતાનું રક્ષણ. હનુમાનજી રાક્ષસના હાડકા ખોખરા કરી નાખે છે એટલે જ આ પાવન ધામનું નામ ખોખરા પડ્યું હોય તેવું મને લાગે છે. આજે આ પાવન ધામમાં ગઈ કાલે આપણે સૌએ ભગવાન શ્રી રામનો જન્મ દિવસ રામ નવમી ઉજવ્યો અને હનુમાનજી મહારાજની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અહીં ઉપસ્થિત સર્વે સંતો મહંતોના ચરણોમાં વંદન (CM In Ramkatha at Morbi )કરું છું. ભગવાન રામ અને હનુમાનજી વચ્ચેનો સંબંધ રહેલો છેએમાં ભારતીય સંસ્કૃતિ ધર્મ સમાજ જીવન એમાં દરેકમાં શ્રીરામ ભગવાન સમાયેલા છે. રામ હોય ત્યાં હનુમાન હોય જ. આવા ભગવાન અને ભક્તની સુંદર કથાનું આયોજન મોરબીના ખોખરા ગામ ખાતે થયું છે. મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાનજી મહારાજની 108 ફૂટની પ્રતિમા (108 Ft Hanumanji Idol )અનાવરણ પ્રસંગે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે શ્રી રામ કથાનું ભક્તોએ આજે મોટી સંખ્યામાં રસપાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Hanumanji Temple Building in Daang : ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિરો બાંધશે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા
હનુમાનજીની પ્રતિમાની આ છે વિશેષતા- અહીં અનાવરણ કરવામાં આવેલી હનુમાનજીની મૂર્તિની 108 ફૂટ (108 Ft Hanumanji Idol )પગથી મસ્તક સુધીની ઉંચાઇ છે. 7 લાખ રામનામ લખેલી ચિઠ્ઠી સમાવાઇ છે અને પ્રતિમાને બનતાં 3 વર્ષનો સમય લાગ્યો હતો.