મોરબીમાં ત્રણેક માસ પૂર્વે ડોકટર્સના ગ્રુપ દ્વારા શહેરની ગંદકીને દુર કરવા સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આયોજન કરાયું હતું. ત્યારે ડોકટર્સના ગ્રુપે સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો અને મોરબીને ગંદકીમુક્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે શરુ થયેલા સેવાયજ્ઞમાં એક બાદ એક લોકો જોડાઈ રહ્યા છે.
મોરબીમાં ડોક્ટર્સની ટીમે સફાઈ અભિયાન હાથ ધર્યુ - Gujarati news
મોરબી: શહેરમાં સફાઈ અભિયાન ટીમ દ્વારા સામૂહિક સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યા હતો.આ અભિયાનમાં ૧૫ લોકોની ટીમે શરુ કરેલા અભિયાનમાં હાલ ૧૫૦થી વધુ વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો જોડાઈ ગયા છે. જે ટીમ દ્વારા સોમવારે મોરબીના કુબેરનગરમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
આ સફાઈ અભિયાન ટીમમાં વેપારીઓ, શિક્ષકો, યુવાનો,મહિલાઓ, બાળકો અને વડીલો હોશભેર જોડાઈ રહ્યા છે અને ઝાડું ઉઠાવીને મોરબીને સ્વચ્છ બનાવવા રવિવારે સવારમાં પરસેવો રેડી રહ્યા છે. મોરબીના કુબેરનગર વિસ્તાર આસપાસના વિસ્તારમાં જાહેર રોડ, ઉકરડાઓ સહિતના સ્થળે સફાઈ કરવામાં આવી હતી અને રોડ રસ્તાઓ ચોખ્ખા ચણાક કરીને જ ટીમ ઝંપી હતી. પોતાના વિસ્તારને મસ્ત ચોખ્ખો જોઇને લત્તાવાસીઓએ પણ સફાઈ અભિયાન ટીમનો આભાર માન્યો હતો.