- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીા દિવસોમાં
- ચૂંટણી અગાઉ મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બબાલ
- પોલીસે દરમિયાનગીરી કરી નેતાઓને છૂટા કર્યા
મોરબીઃ નગરપાલિકાની ચૂંટણી લડતા ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે રવિવારે બઘડાટી બોલી ગઈ હતી. તાલુકા સેવાસદન ખાતે મારામારીની ઘટના બની હતી. જેમાં ભાજપના દેવા અવાડીયા અને કોંગ્રેસના કનુ લાડવા વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. ચૂંટણી પ્રચાર મામલે બોલાચાલી થયા બાદ બન્ને નેતાઓ વચ્ચે મારામારી થઇ હતી. જેથી સ્થળ પર હાજર પોલીસે દરમિયાનગીરી કરી બન્ને નેતાઓને છોડાવ્યા હતા. જો કે, થોડીવાર માટે કચેરીએ વાતાવરણ તંગ બન્યું હતું.
કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેવા ચીમકી આપી
સેવા સદન ખાતે મારામારીની ઘટના બાદ મોરબી કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાની આગેવાની હેઠળ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા તમામ ઉમેદવારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ફોર્મ પરત ખેંચી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.