મોરબીઃ સીટી મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં રૂપિયા 2000 સુધીની લાચની માંગણી કરી હતી. જો લાંચની રકમ ના આપે તો નોંધણી કરતા નથી તેવી ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી હતી.
મોરબી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રુપિયા 1000ની લાંચ લેતા ઝડપાયા - latest news of morbi
મોરબીની સીટી મામલતદાર કચેરીમાં કામકાજ માટે સર્કલ ઓફિસરે રૂપિયા 1000ની લાંચ માગી હતી. લાંચની રકમ સ્વીકારતી વખતે સર્કલ ઓફિસરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
મોરબી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રુપિયા 1000ની લાંચ લેતા ઝડપાયા
જેથી રાજકોટ ACB મદદનીશ નિયામક SPના માર્ગદર્શન હેઠળ મોરબી ACB પીઆઈની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) જુવાનસિંહ રતનસિંહ ખેર રૂપિયા 1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.