- માળિયા હાઈવે પર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરાયો
- કુલ 30 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત
- બાયોડીઝલનો જથ્થો માળિયા મામલતદારને સોપવામાં આવ્યો છે
મોરબીઃમાળિયા હાઈવે પર બાયો ડીઝલ જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમીના પગલે રાજકોટ CID ક્રાઈમની ટીમ ત્રાટકી હતી અને હાઈવે પર ટેન્કરમાંથી તેમજ અન્ય કેરબામાં મળીને કુલ 30 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરીને માળિયા મામલતદારને સોપવામાં આવ્યો છે. જેના સેમ્પલ લઈને માળિયા મામલતદાર ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅબડાસામાં LCBએ 5.20 લાખ રૂપિયાનો ગેરકાયદે પેટ્રોલિયમનો જથ્થો કબજે કર્યો
ટેન્કરમાં 15 હજાર અને અન્ય 15 હજાર લીટર બાયોડીઝલ જથ્થો સીલ
માળિયા હાઈવે પર ઓનેસ્ટ હોટલ સામે પેટ્રોલ પંપ પાસે રાજકોટ CIDની ટીમ બાતમીના આધારે ત્રાટકી હતી. જેમાં ટેન્કરમાં રહેલો 15 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો તેમજ 5 જેટલા કેરબામાં ભરેલો 15 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો પણ જપ્ત કરાયો હતો અને તમામ મુદ્દામાલ માળિયા મામલતદાર ડી.એચ.પરમારને સોપવામાં આવ્યો હતો.