વાંકાનેર પંથકમાં આવેલા સિરામિક એકમમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ બનનારાના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ભોગ બનેલ સગીરા તેના માતાપિતા સાથે કારખાને ગઈ હોય અને બાદમાં તેને ભૂખ લાગતા ઓરડીમાં દૂધ પીવા આવી હતી, પરંતુ લાંબો વખત સુધી પરત ન આવતા તેની શોધખોળ ચલાવી હતી અને લેબર ક્વાર્ટરમાં તપાસ કરતા આરોપી અજય બારીક મૂળ ઓડિશાવાળાની ઓરડીમાં સગીરા બેભાન અવસ્થામાં જોવા મળી હતી.
વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ - rape
મોરબીઃ વાંકાનેર પંથકમાં આવેલા સિરામિક એકમમાં મજૂર પરિવારની સગીરા સાથે એક શખ્સે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કર્યાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાવી છે. પોલીસે પોસ્કો, દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સગીરા હોશમાં ના હોય તેમજ તેના કપડા અસ્તવ્યસ્ત જોવા મળતા પિતા તુરંત મામલો પામી ગયા હતા અને બાદમાં સમગ્ર આપવીતી વર્ણવી હતી, કે તે પોતાની ઓરડીથી પરત આવતી હોય ત્યારે આરોપીના રૂમ પાસે પહોંચતાં તેણે હાથ પકડી બળજબરીથી તેના રૂમમાં લઇ ગયેલ અને કોઈ ગોળી ખવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાને સરકારી દવાખાને સારવાર માટે લઇ જઈને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ પી.એસ.આઇ એસ.એ.ગોહિલ ચલાવી રહ્યા છે.