ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક - કોરોના અપડેટ

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

મુખ્યપ્રધાને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
મુખ્યપ્રધાને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

By

Published : Apr 9, 2021, 3:28 PM IST

Updated : Apr 9, 2021, 3:52 PM IST

  • કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા યોજી બેઠક
  • T સૂત્ર અપવાનાવીને કામગીરી કરવામાં આવશે
  • મોરબીમાં નવી ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવશે
  • મશીનરી અને સ્ટાફ 48 કલાકમાં મોરબી પહોંચી જશે

મોરબીઃ મુખ્યપ્રધાને મોરબીમાં કોરોનાની સ્થિતિની વિગતો મેળવીને નિયંત્રણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, પ્રભારી સચિવ મનિષા ચન્દ્રા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા યોજી બેઠક

આ પણ વાંચોઃ વિકેન્ડ કરફ્યૂની કોઈ સંભાવના નહીંઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કરફ્યૂ લગાવ્યુંઃ મુખ્યપ્રધાન

જે મીટિંગ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કરફ્યૂલગાવ્યું, જેથી રાત્રિના લોકો બિનજરૂરી બહાર ના નીકળે. સરકારે કોરોના સામે લડવા ત્રણ Tનું સૂત્ર અપનાવ્યું છે. ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ. ટેસ્ટીંગ વધુ થાય તેવી વ્યવાસ્થા કરવામાં આવશે તો મોરબીમાં નવી ટેસ્ટીંગ લેબ શરૂ કરવા મંજૂરી આપી છે. 48 કલાકમાં ટેસ્ટીંગ લેબ માટે મશીનરી ઉપરાંત સ્ટાફ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે ઉપરાંત રેમડેસીવીર ઇન્જેક્શનની અછત ના સર્જાય તે માટે 700 ઇન્જેક્શન મોકલ્યા છે અને બીજા 700 પણ આવતીકાલે શનિવારે આવી જશે. જિલ્લામાં આવેલા 35 PHC, CHC સેન્ટર અન્ડરમાં 15-15 બેડની સુવિધા ઉભી કરાશે. જેથી ગામડાના દર્દીને ત્યાં જ સારવાર મળી રહે અને મોરબી આવવું ના પડે. હાલ 500 બેડની વ્યવસ્થા છે તેવી જ રીતે વાંકાનેર અને હળવદમાં પણ 100-200 બેડની હોસ્પિટલ માટે મંજૂરી ખાનગી સંસ્થાઓને આપી છે.

આ પણ વાંચોઃ ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

રેમડેસીવીર ઈન્જેકશન બિનજરૂરી લેવાથી કીડની અને લીવર પર અસર થાય છે

રાજ્ય સરકાર વેક્સિનેશન ઉપરાંત ટેસ્ટ અને ટ્રીટમેન્ટ પર ભાર આપી રહી છે. તેમજ પોલીસને પણ માસ્ક અને રાત્રિ કરફ્યૂનો કડક અમલ કરાવવા સૂચના આપી છે. ઉપરાંત વધુ કેસો હોય તેવા વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સીલ કરવાની સૂચનાઓ આપી છે. કોરોના ટેસ્ટ વધુને વધુ થાય તે માટે વધુ ટેસ્ટ કીટ મોકલવામાં આવશે. રેમડેસીવીર ઇન્જેક્શન બિનજરૂરી લેવાથી કીડની અને લીવરને અસર થતી હોય છે. જેથી ડોક્ટરની સૂચના મુજબના દર્દીઓને જરૂરી ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરી છે. ઓક્સિજનની અછત માટે પણ યોગ્ય વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.

Last Updated : Apr 9, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details