ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં છ માસની સજા અને ૩.૨૭ લાખ વળતર ચુકવવા આદેશ કર્યો - Gujarat News

મોરબીઃ જિલ્લામાં ચેક રીટર્ન અંગે કેસમાં શનિવારે મોરબી કોર્ટે આરોપીને છ માસની સજા અને ૩.૨૭ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. બે વર્ષ પહેલા નાણા ઉછીના લીધા બાદ પરત ન કરતા રઘુવિરસિંહ જાડેજાએ કેશ કરતા ખોટો ચેક આપનારને 6 મહિનાની જેલ અને વળતર ચુકવવાનો આદેશ કોર્ટ કર્યો છે.

મનસુખ મોહન પરમાર

By

Published : Jul 6, 2019, 8:34 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે રઘુભા જામભા જાડેજાએ તેના મિત્ર મનસુખ મોહન પરમાર વર્ષ ૨૦૧૮માં ૩ લાખની રકમ હાથ ઉછીના આપ્યા હોય અને બદલામાં તેને આપેલો ચેક રીટર્ન થતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ એડવોકેટ અશ્વિન બડમલીયા મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જે અંગેનો કેસ આર એમ કલોતરાની કોર્ટમાં ચાલી જતા શનિવારના રોજ કોર્ટે આરોપી મનસુખ મોહન પરમારને દોષિત ઠેરવી છ માસની સજા સંભળાવી છે, તેમજ ફરિયાદીને ૩,૨૭,૦૦૦ રૂપિયા વળતર પેટે ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

મનસુખ મોહન પરમાર

ABOUT THE AUTHOR

...view details