ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના પીપળી રોડ પર ચડ્ડી બનીયાન ગેંગનો તરખાટ, ત્રણ ગોડાઉનમાં ચોરી - ચડ્ડી બનીયાન ગેંગ

મોરબીના પીપળી રોડ પર ગુરૂવારની રાત્રીના રોજ જુદા-જુદા ત્રણ ગોડાઉનોમાં ચડી-બનીયાન ગેંગ ત્રાટકી 40 હજાર જેટલો મુદ્દામાલ ચોરી ગઈ હતી. પરંતુ ચોરી કરતા સમયે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જો કે આ અંગે હજુ સતાવર કોઈ ફરિયાદ નોધાઇ નથી.

મોરબીના પીપળી રોડ પર ચડ્ડી બનીયાન ગેંગનો તરખાટ, ત્રણ ગોડાઉનમાં ચોરી
મોરબીના પીપળી રોડ પર ચડ્ડી બનીયાન ગેંગનો તરખાટ, ત્રણ ગોડાઉનમાં ચોરી

By

Published : Sep 26, 2020, 2:03 AM IST

મોરબીઃ તાલુકાના પીપળી ગામમાં આવેલ સિરામિક ગોડાઉન, સીરામીક રો મટીરીયલ તેમજ સાઇજિગ ગોડાઉનમાં ચડી બનીયાન ગેંગએ તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. અંદાજે 40 હજાર જેટલી રોકડની ચોરી થઈ છે. પરંતુ ચોરી કરતી સમયે આ ગેંગના છ સભ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને ગોડાઉનના માલિક તાલુકા પોલીસ જાણ કરી છે અને તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારોએ તપાસ પણ કરી છે જો કે પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર પણ સવાલ ઉભા થયા છે.

ગુરૂવારના રોજ હળવદના ઈન્ડસ્ટ્રીઝમાં 6 કારખાનામાં તાળા તૂટયા હતા, હજુ તે ભેદ ઉકેલાયો નથી. ત્યા ફરી શુક્રવારના રોજ ચડી બનીયાન ગેંગે પોલીસને પડકાર ફેંકી અને ચોરીનો કરી છે. જેથી લોકોમાં ભયનો માહોલ છે અને આ ગેંગ ઝડપી લેવાની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સતત બે દિવસથી આ ગેંગ ચોરી કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details