ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના સિરામિક ઉદ્યોગમાં સ્લેબનું ઉત્પાદન, ચીન સહિત અન્ય દેશોમાં થઇ રહ્યું છે એક્સપોર્ટ - ચીનમાં એક્સપોર્ટ

મોરબી: સિરામિક ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે અને મોરબીમાં ઉત્પાદન કરાતી સિરામિક ટાઈલ્સ દુનિયાના વિવિધ દેશોમાં પહોંચે છે. જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગને ચીન સાથે સીધી સ્પર્ધા છે. ત્યારે સ્લેબના ઉત્પાદનમાં ચીનને પછાડીને ભારતે ઓવરટેક કરી લીધું છે, એટલું જ નહિ મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબને ચીનમાં એક્સપોર્ટ કરાય છે અને આ વર્ષે ગત વર્ષ કરતા ચાર ગણા કરતા પણ વધુ એક્સપોર્ટ થયું છે. આ એક્સપોર્ટમાં આવેલો અસાધારણ ઉછાળો વિદેશી હુંડિયામણ કમાઈ આપવામાં પણ ઉપયોગી થઇ રહ્યો છે. ત્યારે મોરબીના કટ્ટર હરીફ એવા ચીનને કેમ સ્લેબનું એક્સપોર્ટ મોરબીથી કરવું પડી રહ્યું છે. આ બાબતમાં કેમ ચીન ભારતનો મુકાબલો ન કરી શક્યું. તો આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં..

morbi
મોરબી

By

Published : Jan 4, 2020, 1:34 PM IST

એક્સપોર્ટ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વૉલ, ફ્લોર અને વિટ્રીફાઈડ ટાઈલ્સ તેમજ સેનેટરી વેર્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને હવે ઇટલી અને સ્પેનની આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સ્લેબ ઉત્પાદન શરૂં કરાયું છે. તેની ક્વોલીટી સારી હોવાથી તેની માગ વધુ રહે છે.

આ અંગે સિરામિક એસોસિયેશનના પ્રમુખ જણાવે છે કે, મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબની માગ ચીન તેમજ અમેરિકા સહિતના દેશમાં થાય છે. કારણ કે, તેનો ઉપયોગ મૉલ, મોટા શૉ રૂમ સહિતના સ્થળોએ થાય છે. મોરબીમાં બનતા સ્લેબની ક્વોલીટી સારી હોવાની સાથે સસ્તી પણ હોવાથી માંગ વધુ રહે છે. હાલ માર્બલને બદલે હવે સ્લેબનો વપરાશ વધ્યો છે. કારણ કે, સ્લેબમાં મનગમતી ડિઝાઇન આપી શકાય છે. તેમજ સાઈઝ મોટી બની શકે છે. તેમજ તે વધુ મજબુત હોવાથી શોપિંગ મોલ જેવા સ્થળોએ તેનો વપરાશ વધ્યો છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં સ્લેબનું ઉત્પાદન, ચીનમાં એક્સપોર્ટ
મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબ વિષે ઉદ્યોગપતિ જણાવે છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ અગાઉ યુરોપ અને અમેરિકામાં પોતાના વ્યાપારની પાંખો તો ફેલાવી જ ચૂક્યો છે. હવે સિરામિક ઉદ્યોગમાં ભારતના કટ્ટર હરીફ એવા ચીનને પણ પછાડવાની ક્ષમતા ધરાવતો થયો છે. તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય કારણ કે, મોરબીમાં બનતી સ્લેબનું ઈમ્પોર્ટ હવે ચીનમાં પણ થાય છે.

ABOUT THE AUTHOR

...view details