ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તામાં એક બાળકના જન્મદિવસની પોલીસે આપી સરપ્રાઈઝ ગિફ્ટ - Update of Gujarat Corona

વાંકાનેરમાં આવેલી અરુણોદય સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હોતો. આ વિસ્તારમાં એક બાળકના જન્મદિવસની જાણ પોલીસને થતા વાંકાનેર પોલીસ દ્વારા બાળકના જન્મદિવસની ઉજવણી કરી હતી.

વાંકાનેરમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તામાં એક બાળકનો જન્મદિવસની પોલીસ દ્વારા ઉજવણી કરાઇ
વાંકાનેરમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તામાં એક બાળકનો જન્મદિવસની પોલીસ દ્વારા ઉજવણી કરાઇ

By

Published : May 23, 2020, 7:08 PM IST

મોરબીઃ વાંકાનેરમાં આવેલી અરુણોદય સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હોતો. જેથી અહીના રહીશ બહાર નીકળી સકે તેમ ન હોતા ત્યારે એક બાળકના જન્મદિવસની જાણ થતા પોલીસ કેક અને ચોકલેટ લઈને પહોંચી હતી અને બાળકના જન્મદિવસની ઉજવણી કરી હતી.

વાંકાનેરમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તામાં એક બાળકનો જન્મદિવસ હોવાથી પોલીસ દ્વારા ઉજવણી કરાઇ

વાંકાનેરમાં આવેલી અરુણોદય સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હોવાથી વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો, ત્યારે અહી રહેતા શિવપ્રસાદ ગુમ્મડીના એક વર્ષના દીકરા જીશ્નું બીજાક્ષરનો જન્મદિવસ હોતો પરંતુ પરિવારના સભ્યો ઘર બહાર જઈ સકે તેમ ન હોવાથી જન્મદિવસ ઉજવી સકાય તે શક્ય ન હતું.

જેની જાણ વાંકાનેર પોલીસને થઇ હતી. જેથી માનવતાના ધોરણે સીટી PI એચ એન રાઠોડ અને તેની ટીમેં બાળકને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું અને ખાખી વર્દીમાં રહેલા કોમલ હૃદયના અધિકારી વાંકાનેર સીટી PI એચ એન રાઠોડ અને તેની ટીમ કેક, ચોકલેટ અને બલૂન લઈને બાળકના ઘરે પહોંચી હતી અને એક વર્ષના માસૂમને અનોખી સરપ્રાઈઝ આપી હતી, ત્યારે બાળક તો ખુશ થયું હતું સાથે જ પરિવારના સભ્યો પણ ખુશ જોવા મળ્યા હતા અને પોલીસના માનવીય અભિગમને બિરદાવ્યો હતો અને બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details