મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી શહેરના એલ ઇ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવિ હતી. જેમાં ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ,કલેક્ટર, એસ.પી, અધિક કલેકટર ,ડી ડી ઓ ,પ્રાંત અધિકારી, મામલતદાર ,સહિત ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને નાગરિકોએ યોગ કર્યા હતા.
મોરબીમાં ઉર્જાપ્રધાનની ઉપસ્થિતીમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ
મોરબીઃ વિશ્વ યોગ દિવસ નિમિતે સમગ્ર રાજ્ય અને દેશ યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી શહેરના એલ ઇ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ હજારો લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યના ઉર્જાપ્રધાન અને જિલ્લા પ્રભારીપ્રધાન સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.
mrb
યોગ દિવસ અંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દરખાસ્ત ને પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને પાંચમો યોગ દિવસ આજે દેશ અને દુનિયામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકોએ યોગ દ્વારા નિરોગી બને જેના માટે રાજ્ય સરકારના પ્રયાસોને પણ આવકાર્યા હતા.