ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં તુલસી દિવસની ઉજવણી - Celebrate the Basil Day

મોરબીઃ શિક્ષણમાં ભારતીયતાનું પુનર ઉત્થાનના સુત્રને સાર્થક કરતી મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં 25 ડિસેમ્બરના દિવસે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સાર્થક તુલસી દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં તુલસી પૂજન, તુલસી આરતી અને ઘરે ઘરે તુલસી ક્યારાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

morbi
મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં તુલસી દિવસની ઉજવણી

By

Published : Dec 25, 2019, 11:23 PM IST

તુલસી દિવસની ઉજવણી નિમિતે શાળા ખાતે તુલસીની અદ્ભુત પ્રદર્શ યોજીને તુલસીના ઉપયોગ અને ગુણોથી લોકોને વાકેફ કરાયા હતા. જે કાર્યક્રમમાં તુલસી પ્રસાદ વિતરણ કરવા ઉપરાંત તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં તુલસી દિવસની ઉજવણી

શ્રેષ્ઠ ભારતના આધારસ્તંભો અને ભારતીય શિક્ષણ તેમજ જીવન શૈલીને ચરિતાર્થ કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુથી તુલસી દિવસ ઉજવાયો હોવાનું શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. જયારે કાર્યક્રમમાં ઉપસ્થિત વાલી જણાવે છે કે, ભારતીય સંસ્કૃતિ અને તુલસીના ગુણોની જાણકારી આપવા યોજાયેલ તુલસી દિવસનો કાર્યક્રમ અદભુત રહ્યો છે અને તેને પણ તુલસી વિષે ઘણી ઉપયોગી માહિતી મેળવી છે

ABOUT THE AUTHOR

...view details