મોરબીમાં ટ્રકની ટક્કર વાગતાં CCTV ટાવર ધરાશાયી - mrb
મોરબીઃ શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની અડફેટે CCTV માટેનો ટાવર ધરાશાયી થયો છે.
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકની ટક્કર વાગતાં CCTV ટાવર ધરાશાયી
મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી પસાર થતાં ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર CCTV કેમેરા માટે ઉભા કરેલા ટાવર સાથે અથડાયું હતું. અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઇ ન હતી. જોકે સીસીટીવી માટે ઉભો કરેલ ટાવર ધરાશાયી થયો હતો. જેથી નુકશાન થયુ હતું. તો અકસ્માતના બનાવ બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.