મોરબીઃ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં બુધવારે રાત્રે પૂરઝડપે આવતી એક કાર વીજ થાંભલા સાથે અથડાઈ (Car Accident in Morbi) હતી, જેના કારણે કાર પલટી ગઈ હતી. આથી કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. તો આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે (Morbi taluka police accident investigation) પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
બુધવારે રાત્રે પૂરઝડપે આવતી કાર વીજ થાંભલા સાથે અથડાઈ આ પણ વાંચો-Train accident in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, જાનહાની ટળી
ચાંચાપર ગામ તરફ જતી કારને નડ્યો અકસ્માત
આ અંગે મળતી માહિતી અનુસાર, અપડાઉન કરવા લીધેલી કાર વીજળીના થાંભલા સાથે અથડાતા 3ના મોત (Car Accident in Morbi) થયા હતા. ચાંચાપર ગામ તરફ જતી કાર થોરાળા ગામ નજીક વીજ થાંભલા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કાર પલટી ગઈ હતી. અકસ્માતને પગલે કારમાં સવાર મહિલા સહિત 3 લોકોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસના PSI વી. કે. કોઠિયા સહિતની ટીમ દોડી આવીને કાર્યવાહી (Morbi taluka police accident investigation) હાથ ધરી હતી.
આ પણ વાંચો-Panther Killed in Surat: સુરતમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને 2 દીપડાને મારી ટક્કર, બંનેના ઘટનાસ્થળે મોત
આ કારચાલક રંજયકુમાર મેહતાએ કાર પૂરઝડપે ચલાવી વીજપોલમાં અથડાવી
આ બનાવ અંગે મૃતક રંજેશ મેહતાના ભાઈ મંજ્ય બેચનભાઈ મેહતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ (Morbi taluka police accident investigation) નોંધાવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, જેમાં જણાવ્યું છે કે, રંજ્યકુમાર બેચનભાઈ મેહતાએ પોતાની એસેન્ટ કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ આ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. ત્યારે કારમાં સવાર સાહેદ સાહેબલાલ શ્રીરામ બહાદુર યાદવ અને તેની સાથે રહેતી ઈન્દોરવતીકુમારી ગંગારામ પંડિતને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, રંજય કુમાર, સાહેબલાલ અને ઈન્દોરવતીના મોત થયા હતા.
કોન્ટ્રાક્ટરે કાર પૂરઝડપે ચલાવતા થયો અકસ્માત
તો મૃતક રંજ્યકુમાર ચાચાપર ગામ નજીક આવેલા યમી પોલીપેકમાં મજૂર પૂરા પાડતો હતો અને અપડાઉન કરવા એસેન્ટ કાર લેવાનું નક્કી કર્યું હતું, જેથી બે દિવસ પહેલા ટ્રાય કરવા ફરિયાદી મંજ્યકુમારના મિત્ર ધર્મેશભાઈ બાબુભાઈ રોકડે કાર (A car accident on a trial in Morbi) આપી હોવાની માહિતી મળી હતી અને બુધવારે રાત્રે રંજયકુમાર સાહેબલાલ અને ઈન્દોરવતીને ચાચાપર ગામ નજીક ઓરેન્જ સિરામિકમાં મૂકવા ગયો હતો. તે દરમિયાન અકસ્માત (Car Accident in Morbi) થયો હતો.