ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કુંવરજી બાવળિયાએ ગજવી સભા - BJP

મોરબીઃ લોકસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ૨૩ એપ્રિલના રોજ યોજાનાર મતદાન પૂર્વે આખરી દિવસોમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભા ગજવી રહ્યા છે. ગુરૂવારે મોરબીના મકનસર ગામે રાજ્યના કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ ચૂંટણી સભા ગજવી હતી.

BJP

By

Published : Apr 19, 2019, 9:33 AM IST

મકનસર તેમજ ઘૂટું ગામે સભામાં કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ગત વખતે તેઓ મોહનભાઈ સામે હોય જયારે આ વખતે સાથે હોવાથી ૪૦ હજારથી વધુની લીડ તો એમને મળવાની જ છે. ઉપરાંત કોંગ્રેસે ક્યારેય કદર કરી નહીં અને ભાજપે તેમને માન સન્માન આપ્યું અને વિકાસનો સાથ તેમને આપ્યો. તેઓ કોળી સમાજને વિકાસના પંથે લઇ જશે અને કોળી સમાજ તેની સાથે હોવાનું જણાવ્યું હતું. મકનસર ગામે સ્થાનિક આગેવાન અને ઉદ્યોગપતિ સહિતનાઓએ આ વિસ્તારમાં રહેણાંક, ગામમાં રોડ અને દવાખાના સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી. ચૂંટણી બાદ તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.

કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ સભાને સંબોધન કર્યું

ABOUT THE AUTHOR

...view details