મોરબી:હળવદ નકલંક ગુરૂધામ (Naklank gurudham morbi) ખાતે સુવિધા સભર નવનીત શૈક્ષણિક સંકુલનુ નિર્માણ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તેનો લોકાર્પણ કાર્યક્રમ (C R patil at Prajapati Samaj Program) યોજાયો હતો. આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ સી.આર.પાટીલનું દલસુખ મહારાજના પાઘડીયુ સન્માન કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલ સંબોધન કરીને સ્ટેજ પરથી નીચે ઉતરી રહયા હોય ત્યારે પગથીયા તૂટી જતા (The stage collapse in CR Patils program ) પાટીલ સહિતના અગ્રણીઓ નીચે પડી ગયા હતા.
પ્રજાપતિ સમાજ સમગ્ર સમાજને પાણી પીવડાવવાનું કામ કરે છે : પાટીલ
નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રજાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. ખેડૂતો દેશ અને દુનિયા માટે અનાજ ઉગાડી સૌનુ પોષણ કરે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની આવક બમણી થાય તેમાં સરકાર કોઇ કચાશ રાખશે નહીં તેમ કહ્યું હતું કે પ્રજાપતિ સમાજ સમગ્ર લોકોને પાણી પીવડાવવાનું કામ કરે છે. ખેડૂતોના પાકને નુકસાન કરતા રખડતા ઢોર અને રોજડાનો ત્રાસ દુર કરવા આવનારા દિવસોમાં યોજના અમલી કરાશે તેમ જણાવી પાટીલે કહ્યું કે, પ્રજાપતિ સમાજ માટે હંમેશાં સરકાર પ્રતિબધ્ધ છે. વર્તમાન સરકાર પ્રજાપતિ સમાજ હિત માટે કાયમ અડીખમ છે.