ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ ભરતી અને કાયદો વ્યવસ્થાને લઇ માળિયાના MLAએ ઉઠાવ્યા સવાલ - Vidhan sabha

મોરબીઃ વિધાનસભા સત્રમાં જિલ્લાના માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રશ્નોતરીમાં ભાગ લઇ મોરબી પોલીસમાં રહેલી ખાલી જગ્યાઓની ભરતી અંગે તેમજ કેદીઓને લગતા સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં પકડાયેલા દારૂ અંગે પણ પશ્નોતરી કરવામાં આવી હતી.

મોરબી પોલીસ ભરતી અને કાનુન વ્યવસ્થાને લઇને બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં ઉઠાવ્યા પ્રશ્ન

By

Published : Jul 20, 2019, 12:32 PM IST

Updated : Jul 20, 2019, 12:51 PM IST

વધુમાં બ્રિજેશ મેરજાએ પોલીસની જગ્યા અંગે પણ માહિતી રજૂ કરી હતી. તારીખ 31-5-2019ની સ્થિતીથી લઇને જોઇએ તો મોરબી અને માળિયા શહેર તાલુકામાં કાર્યરત પોલીસ સ્ટેશનો, સ્ટાફનું સેટઅપ, પોલીસ સ્ટેશન દીઠ સંવર્ગવાર ભરાયેલી અને ખાલી જગ્યાઓની માહિતી અંગેના પ્રશ્નો ચર્ચામાં આવ્યા હતા.

આ માહિતીના પ્રશ્નોમાં ગૃહ પ્રધાને મોરબી સિટી એ ડિવીઝનમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની 10 મંજૂર જગ્યા સામે 6 ભરેલી અને 4 ખાલી છે. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 20 જગ્યા સામે 11 ખાલી છે. હેડ કોન્સ્ટેબલની 7 સામે 7 જગ્યા ખાલી છે, તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 172 સામે 118 ખાલી, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 45 સામે 35 જગ્યા ખાલી છે.

માળિયામાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 1 જગ્યા સામે 1 ખાલી છે. હેડ કોન્સ્ટેબલની 10 સામે 4 ખાલી તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 36 જગ્યા સામે 26 જગ્યા ખાલી હોવાની માહિતી મળી હતી. આ તમામ જગ્યાઓની ભરતી સરકાર ધારે તો કરી શકે છે. તેથી મોરબીમાં પોલીસની ખાલી જગ્યાઓને પગલે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

વધુમાં મોરબી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં પોલીસ સ્ટેશનની હદમાં કેટલો દેશી અને વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો કેટલો ઝડપાયો તે અંગેનો પ્રશ્નના ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં 2 વર્ષમાં દેશી દારૂ 11,09,420ની કિંમતનો, વિદેશી દારૂ 6,54,58,600 કિંમતનો તેમજ 32,17,200 કિંમતનો બીયરનો જથ્થો ઝડપાયો છે.

Last Updated : Jul 20, 2019, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details