ટંકારામાં વરરાજાએ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી
મોરબી: લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે યુવાનોથી લઈને શતાયુ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા ત્યારે ટંકારાના ગામમાં વરરાજા પણ લગ્ન પૂર્ણ કરી તુરંત મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા
વરરાજાએ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી
ટંકારાના નાના ખીજડીયા ગામના રહેવાસી વિરલ અવચરભાઈ પટેલ નામના યુવાનના આજે લગ્ન નિર્ધાર્યા હોય યુવાને આજે નવજીવનની શરૂઆત કરી હતી. જોકે જાગૃત યુવાન લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજતા હોય જેથી લગ્નની વિધિ પુરી કરીને તુરંત તેઓ મતદાન મથકે પહોંચી ગયા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ ફિરોઝભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વરરાજાએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.