આ સમારોહમાં મંદિરના ટ્રસ્ટીઓ શેખ, ધનુભા જાડેજા, શૈલેષભાઈ જાની, વિનુભાઈ ડાંગર, રઘુભા ઝાલા, રમેશભાઈ પટેલ, ભાવેશભાઈ મહેતા અને એલ.પી.યાદવ દ્વારા પુરસ્કાર અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથે સાથે મોરબી જિલ્લાના છેવાડાના ગામો પૈકી ખીરસરા, બોડકી, નવી નવલખી, લવણપુર, વર્ષામેડી, બગસરા, દેવગઢ, નવા દેવગઢ, જાજાસર સહિત અનેક ગામોમાં ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીની ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચોપડા વિતરણ કરાયું - MRB
મોરબીઃ અષાઢી બીજના પવિત્ર દિન નિમિત્તે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શહેરની સરકારી ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના આશરે 1450 વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મંદિર દ્વારા આ શાળાના 26 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
Morbi
આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, મંદિરની દાનની રકમ લોકકલ્યાણ અર્થે ઉપયોગમાં લેવાય એવું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે પૈકી ટોકન રકમથી ચાલતું દવાખાનું, ફુલસ્કેપ ચોપડા વિતરણ, દર બે વર્ષે 11 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે.