ગુજરાત

gujarat

ETV Bharat / state

Bogus Doctor - મોરબીમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો - medical practitioner

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા રંગપર બેલા રોડ પરથી બોગસ ડૉક્ટરને ઝડપી લઇને દવાનો જથ્થો અને સાધનો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bogus Doctor
Bogus Doctor

By

Published : May 30, 2021, 6:17 PM IST

  • રંગપર બેલા રોડ પરથી બોગસ ડૉક્ટરને મોરબી SOG (Special Operation Group) ઝડપી લીધો
  • મોરબી SOG ટીમે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
  • બોગસ ડીગ્રીના આધારે ચલાવતો હતો કલીનીક

મોરબી : જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડિગ્રી વગરના અને બોગસ ડૉકટર( Bogus Doctor )ને શોધી કાઢવાની સૂચના મળતા મોરબી SOGPI જે. એમ. આલ તથા મોરબી SOG ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર વાઘડિયા, યોગેશદાન ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો

મળેલી બાતમીને રંગપર બેલા રોડ પર બોગસ ડૉક્ટર( Bogus Doctor )કરે છે. જેથી તબીબી અધિકારી ડૉ. કિરણ વિડજા, PHC રંગપરનાને સાથે રાખીને રંગપર બેલા રોડ પર આવેલા કોયો સિરામિકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટિફિકેટ કે ડિર્ગી વગર આરોપી કિરિટ કેશવજી રાચરીયા ધંધો મેડીકલ પ્રેક્ટિસ રહેવાસી વિરપર તાલુકો ટંકારા વાળાને ઓમ મેડીસન દવાખાનુ ચલાવીને મેડીકલ પ્રેક્ટિસ કરીને દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કિંમત રૂપિયા 17,853નો રાખી મળી આવતા મેડીકલ પ્રેક્ટિસનર એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details