ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર નગરપાલિકામાં પક્ષ સામે બગાવત કરનાર 14 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા - વાંકાનેર નગરપાલિકામાં ભાજપના સભ્યો સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપના 14 જેટલા સભ્યોએ મેન્ડેડનો વિરોધ કરી પ્રમુખ ઉપુપ્રમખ માટે પોતાના સભ્યો બેસાડ્યા હતા. જેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તાત્કાલિક અસરથી આ તમામ 14 સભ્યોને સ્સપેન્ડ કરવા આદેશ આપ્યો છે.

વાંકાનેર નગરપાલિકામાં પક્ષ સામે બગાવત કરનાર 14 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા
વાંકાનેર નગરપાલિકામાં પક્ષ સામે બગાવત કરનાર 14 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા

By

Published : Mar 19, 2021, 1:49 PM IST

  • ભાજપે વાંકાનેર નગરપાલિકામાં બગાવત કરનારા 14 સભ્યોને સસ્પેન્ડ કર્યા
  • પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર 14 સભ્યો સસ્પેન્ડ
  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યા સસ્પેન્ડ

મોરબીઃ વાંકાનેર નગરપાલિકામાં ભાજપ પક્ષના મેન્ડેડનો વિરોધ કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી પક્ષ સામે બગાવત કરી હતી. જેની ગંભીર નોંધ લેઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જેથી વાંકાનેર પંથકમાં ચકચાર મચી છે.

આ પણ વાંચોઃ આણંદમાં BJPના 6 બળવાખોરોને કરાશે સસ્પેન્ડ: જિલ્લા પ્રમુખ

પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનારા 14 સભ્યો સસ્પેન્ડ

પ્રદેશ ભાજપ કાર્યાલયના મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો વિરોધ કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી વાંકાનેરના મીરા ભટી, દેવુ પલાણી, કાંતિ કુંઢીયા, કોકીલા દોશી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેમા ત્રિવેદી, ભાવેશ શાહ, રાજ સોમાણી, જશુ જાદવ, જયશ્રી સેજપાલ, સુનીલ મહેતા, શૈલેષ દલસાણીયા, માલતી ગોહેલ અને ભાવના પાટડીયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના મહિલા હોદ્દેદાર સોનલ પટેલ પર પક્ષ વિરુદ્ધની કાર્યવાહીનો આક્ષેપ, હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ

ABOUT THE AUTHOR

...view details