- ભાજપના સભ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
- સી.આર.પાટીલે 3 સભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા
- ટિકિટને લઈને નારાજ સભ્યો પોતાના જ પક્ષના ઉમેદવાર સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું
મોરબીઃ જિલ્લામાં જ્યારે પણ ચૂંટણીઓ યોજાય છે, ત્યારે હંમેશા જે-તે પક્ષમાંથી વિરોધના સૂર ઉઠતા જ હોય છે. જેમાં મોટાભાગે ટિકિટને લઈને નારાજ સભ્યો પોતાના જ પક્ષના ઉમેદવાર સામે ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. જયારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અને ભાજપમાં પણ આંતરિક બળવો જોવા મળ્યો હતો.
ભાજપના ત્રણ સભ્યોએ મોવડી મંડળ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવાર વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ ત્રણેય સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજા સામે ઉમેદવારી નોંધાવનાર ભાજપના નગરપાલિકાના સભ્ય જ્યોત્સનાબેન ભીમાણી, ધારી બેઠક ઉપરથી જે.વી.કાકડિયા સામે ઉમેદવારી નોંધાવનાર બગસરા શહેર ઉપપ્રમુખ ભૂપતસિંહ ઉનાવા, ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સામે ઉમેદવારી નોંધાવનારા અનુસૂચિત જાતિ મોરચાના અમરેલી શહેર પ્રમુખ શાંતિલાલ રાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.