શહેરમાં આવેલા માળીયા તાલુકાના ક્રિષ્નાનગર ગામના રહેવાસી દિલીપ કાંજીયાએ એક માનતા માની હતી. જેમાં લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તેમજ વિનોદ ચાવડા સારી લીડથી જીત મેળવે તે હેતુથી ૩ કિમી દંડવત કરીને માતાજીના દર્શન કરવાની માનતા માની હતી.
PM અને સાંસદની જીતને લઇ રાખેલી માનતા સમર્થકે કરી પૂર્ણ - Maliya
મોરબી: લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને સાંસદ વિનોદ ચાવડા જીત મેળવે તે માટે એક સમર્થક દ્વારા માનતા કરવામાં આવી હતી. જે માનતા પૂર્ણ થવાથી તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
PM અને સાંસદની જીતને લઇ રાખેલી માનતા સમર્થકે કરી પૂર્ણ
લોકસભા ચૂંટણીના પરિણામોમાં સાંસદ વિનોદ ચાવડા જંગી લીડથી વિજયી બનતા દિલીપ કાંજીયા દ્વારા તાજેતરમાં માનતા પૂર્ણ કરવામાં આવી હતી. દિલીપ કાંજીયા નામના સમર્થકે ૩ કિમી દંડવત કરીને માનતા પૂર્ણ કરી હતી. સાથે જ માતાજીને તાવાનો પ્રસાદ કરીને ગામમાં પ્રસાદ વહેંચ્યો હતો. તેમજ વડાપ્રધાન મોદી દેશના વિકાસ કાર્યો કરતા રહે તે માટે માતાજીના આશિર્વાદ લીધા હતા.
Last Updated : Jul 2, 2019, 5:07 AM IST