વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર જયદીપ ગોસાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વૃદ્ધ પેન્શન યોજનાના દાખલા મામલે ભાજપ આગેવાન જીતુભાઈ સોમાણીએ તેની સાથે મારામારી કરી ફરજમાં રૂકાવટ પેદા કરી હોય જે મામલે પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી તેમજ ગુજરાત મેડી કેર સર્વિસ ઇન્સ્ટીટ્યુશન સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધી તપાસ કરી હતી.
વાંકાનેરમાં ડોક્ટર સાથે મારામારી કેસમાં ભાજપ આગેવાનની આગોતરા જામીન અરજી નામંજૂર - morbi news today
મોરબીઃ જિલ્લાના વાંકાનેર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક સાથે ફડાકાવારી કરનાર ભાજપ આગેવાને ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરતા ભાજપ આગેવાનની મુશ્કેલીઓ વધી છે.
ભાજપ આગેવાન
જો કે, ભાજપ આગેવાન જીતુભાઈ સોમાણીની હજુ સુધી ધરપકડ થઇ ના હોય અને ધરપકડથી બચવા ભાજપ આગેવાન દ્વારા મોરબી બીજા એડીશનલ સેશન્સ જજ સી.જી.મેહતાની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેમાં ફરીયાદી પક્ષે ધારાશાસ્ત્રી સંજયભાઈ દવે અને ફેનિલ ઓઝા દલીલો ધ્યાને રાખી અને બીજા એડીશનલ સેશન્સ જજ મોરબી દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.