ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સિંચાઈ કૌભાંડમાં ભાજપના વધુ એક નેતાની ધરપકડ, જાણો કોણ - MRB

મોરબીઃ મોરબીમાં સિંચાઈ કૌભાંડમાં ધરપકડનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અગાઉ મોટા માથાઓની ધરપકડ બાદ ભાજપના અગ્રણીનું નામ ખુલ્યું છે. જેની પણ ધરપકડ કરવામાં આવી છે. શનિવારે LCB ટીમે ભાજપના એક નેતાની ધરપકડ કરીને તેને મોરબી લાવી A- ડીવીઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે.

morbi

By

Published : Jul 20, 2019, 9:25 PM IST

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ કૌભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે DYSp બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કૌભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ નેતા ઘનશ્યામ ગોહિલનું નામ સામે આવ્યું છે. જોકે ધરપકડથી બચવા માટે ભાજપ અગ્રણીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ અરજી કોર્ટે ફગાવી દેતા ધરપકડની તલવાર તેના પર લટકતી જોવા મળી હતી. હાલ LCB ટીમે હળવદ ખાતેથી ભાજપના જીલ્લા મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલની હળવદથી ધરપકડ કરી છે.

એલ.સી.બી ટીમ હળવદથી મોરબી લાવીને આરોપી ભાજપ નેતાને A- ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યા છે. તો ભાજપ અગ્રણીની ધરપકડથી અનેક નેતાઓ દોડતા થયા છે. તેમજ મંડળી પ્રમુખોમાં પણ દોડધામ મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details