મોરબીમાં માળિયા બેઠક પર પેટા ચુંટણીની જાહેરાત
ભાજપના ઉમેદવાર દ્વારા ઓનલાઈન પ્રચાર
બ્રિજેશ મેરજાને જીત અપાવવા કાર્યકરો ચૂંટણી પ્રચારમાં જોડાયા
મોરબી : માળિયા બેઠક પર પેટા ચૂંટણી ની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ જાહેર થઇ ગયા છે. જેમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા દ્વારા પ્રચાર શરુ કરવામાં આવ્યો છે અને બ્રિજેશ મેરજાને જીત અપાવવા માટે કાર્યકરો સહિતના આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ત્યારે ભાજપ દ્વારા હાલ ઓનલાઈન પ્રચાર શરુ કરવામાં આવ્યો છે.