ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકોની ખુશહાલી માટે ભાજપ સરકાર હંમેશા કાર્યરત : નીતિન પટેલ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેમાં કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પ્રચારમાં જોડાયા હતા. આજે શુક્રવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વાઘપર ગામે જનસભાને સંબોધન કર્યું હતું. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં યોજાયેલી જનસભામાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યની ભાજપ સરકાર લોકોની ખુશહાલી માટે હંમેશા કાર્યરત છે.

નીતિન પટેલ
નીતિન પટેલ

By

Published : Oct 30, 2020, 9:31 PM IST

  • ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી
  • નાયબ મુખ્યપ્રધાને મોરબીમાં સંબોધ જનસભા
  • લોકોની ખુશહાલી માટે ભાજપ સરકાર હંમેશા કાર્યરત છે: નીતિન પટેલ

મોરબી: મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જે અંતર્ગત આજે શુક્રવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વાઘપર ગામે જનસભાને સંબોધન કર્યું હતું. ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં યોજાયેલી આ જનસભામાં નીતિન પટેલ ઉપરાંત સૌરભ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાન્તી અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

લોકોની ખુશહાલી માટે ભાજપ સરકાર હંમેશા કાર્યરત છે: નીતિન પટેલ

જનસભાને સંબોધન કરતાં નીતિન પટેલે કોંગ્રેસ પર વંશવાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં એક જ પરિવારનું રાજ હોવાનું જણાવ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ સરકારે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા મહાપુરૂષોને ભુલાવી દેવાનો પ્રયાસ કર્યો છે. દેશનો ઈતિહાસ લખનારાએ દેશને જવાહરલાલ નેહરુએ જ આઝાદી આપાવી, ઇન્દિરા ગાંધી શહીદ થયા તેવું જ નવી પેઢીને શીખવ્યું છે. વધુમાં રાજ્યમાં અને દેશમાં નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલા વિકાસકાર્યો લોકોને ગણાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details