હળવદ તાલુકા પંચાયતની 14મી નવા ઘનશ્યામગઢ બેઠક પર આગામી 29 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાનારી છે. જેથી આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેવારોએ હળવદ મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી માકાસણા મનસુખભાઈ અને જાંબુકીયા મનસુખભાઈ બે સહિત કુલ છ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પગલે ઉમેદવારોએ નોંધાવી દાવેદારી - હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
મોરબીઃ જિલ્લાના હળવદમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણી ટૂંક સમયમાં યોજાનારી છે. ત્યારે બંને પક્ષોના ઉમેદવારો આજે 16 ડિસેમ્બરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોગ્રેસમાંથી 4 અને ભાજપના 6 ઉમેદવારો નોંધાયા છે.
હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પગલે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી
મામલતદાર કચેરી ખાતે નોંધણી સમયે ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે કોંગ્રેસ આગેવાન જયંતીભાઈ પટેલ, મનસુખભાઈ સરાવાડિયા, શૈલેષ દવે, દિનેશભાઈ મકવાણા અને ધ્રુવભાઇ રાવલ સહિતના આગેવાનો હાજર હતા. જયારે ભાજપના ઉમેદવારોને ટેકો કરવા ધર્મેન્દ્રસિંહ ઝાલા, પરષોતમભાઈ, રજનીભાઈ સંઘાણી, વલ્લભભાઈ પટેલ અને કિરીટભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.