- સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
- સિરામિકની જરૂરિયાતને પહોચી વળતા સબસ્ટેશન ઉપયોગી
- 50 કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયા
મોરબી: સિરામિક એસોસિએશન (Ceramic Association) હોલ ખાતે આયોજિત સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા(Mohan Kundaliya), ધારાસભ્ય બ્રિજેશ મેરજા(Brijesh Merja), સિરામિક એસોસિએશન પ્રમુખો નીલેશ જેતપરિયા, મુકેશ કુંડારિયા, કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મોરબીના લાલપર, ટંકારાના ભૂતકોટડા, વાંકાનેરના પંચાસીયા અને શોભેશ્વર રોડ એમ ચાર ૬૬ કેવી સબ સ્ટેશનની લોકાપર્ણ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, સિરામિકનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે ત્યારે સરકાર પણ સિરામિકની જરૂરીયાતને પહોંચી વળવા માટે 66 KV, 132 KV, 400 KV સબસ્ટેશન (Substation) નિર્માણ માટે કાર્ય કરી રહી છે. 11 જૂલાઈએ 4 સબસ્ટેશનના લોકાપર્ણ અને 2 સબસ્ટેશનના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સિરામિકના એક્સપોર્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત આવ્યું અવ્વલ