મોરબીના ભાવિક સોલંકી 'ઈન્ટરનેશનલ હેર કટીંગ' વર્કશોપમાં ભાગ લેશે - gujarati news
મોરબી: ટોરંટો અને ન્યૂયોર્કમાં આગામી દિવસોમાં એડવાન્સ હેર કટીંગનો એક ઇન્ટરનેશનલ વર્કશોપ યોજાનાર છે. જે વર્કશોપમાં મોરબીના ઇન્ડિયન હેર પાર્લરવાળા ભાવિક સોલંકી પણ ભાગ લેવા માટે જઈ રહ્યા છે.
સ્પોટ ફોટો
ભાવિક સોલંકી જણાવ્યું કે, ઇન્ટરનેશનલ વર્કશોપમાં ભાગ લેવા માટે તેઓ આગામી તારીખ 26 એપ્રિલ થી 8 મે સુધી વિદેશ પ્રવાસમાં રહેશે. દર વર્ષે ઈન્ટરનેશનલ હેર કટીંગ તાલીમ માટે ભાવિક જતા હોય છે. આ ઇન્ટરનેશનલ વર્કશોપમાં વિવિધ નવીન તાલીમ મેળવી રહ્યા છે. જેનો લાભ મોરબીની જનતાને મળી રહ્યો છે. તેમના વિદેશ પ્રવાસને મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.