ભારતીય મજદૂર સંઘની બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ વાય. જે. વ્યાસ તેમજ આંગણવાડી, પાણી પુરવઠા, એસ.ટી, વિદ્યુત બોર્ડ, નગરપાલિકા, શૈક્ષણિક સંઘના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં આગામી 10 જૂને કલેકટર કચેરી સામે 4થી 6 કલાકે ધરણા અને મુખ્યપ્રધાનને ઉદ્દેશીને આવેદન પાઠવવામાં આવશે. તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરાશે. જે ધરણાના કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો તથા કાર્યકરો જોડાશે.
ભારતીય મજદૂર સંઘ મોરબીમાં પડતર પ્રશ્નો મામલે કરશે આંદોલન - Bharatiya Mazdoor Sangh
મોરબી: ભારતીય મજદૂર સંઘની રાજકોટ અને જૂનાગઢ વિભાગની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને પગલે મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી 10 જૂને ધરણા પ્રદર્શન કરી આવેદન આપવામાં આવશે.
સ્પોટ ફોટો
પડતર પ્રશ્નોની યાદી
- આંગણવાડી કાર્યકર અને હેલ્પરને કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2018થી જાહેર કરેલો પગાર વધારો એરીયર્સ સાથે ચૂકવવો
- ગુજરાત રાજ્યના તમામ બોર્ડ/ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચના 19 માસના એરીયર્સની તાત્કાલિક ચુકવણી કરવી
- ગુજરાત રાજ્ય લઘુતમ વેતન બોર્ડની પુન:રચના કરવી
- નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો
- ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડની અમલવારી કરવી
- એસટીમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો
- એસટીના જીએસઓ પરિપત્રમાં કોઈપણ જાતનો સુધારો વધારો કરવો નહિ
- ગુજરાત રાજ્ય બાંધકામ બોર્ડની રચના કરવી અને બે વર્ષની શૈક્ષણિક સહાય બાકી છે જે સહાયની સત્વરે ચુકવણી કરવી
- ગુજરાત રાજ્યના બોર્ડ/નિગમોમાં 1988 પછી જે રોજમદારોની ભરતી થયેલ છે તેઓને છઠ્ઠા પગારપંચ અને સાતમાં પગારપંચનો લાભ આપવો
- EPFના પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો
- સોલ્ટ વર્કસમાં કામ કરતા કામદારોને લઘુતમ વેતનનો વધારો કરવા નોટીફીકેશન તાત્કાલિક બહાર પાડવી