મોરબીની શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવાયુ - morbi latest news
મોરબીમાં આવેલી સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં બાવન શક્તિપીઠની સ્થાપના કરી, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું.
મોરબી
મોરબીઃ વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં બાવન શક્તિપીઠની સ્થાપના કરી, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારતમાં રહેતા પ્રત્યેક નાગરિકના મનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારનાં બીજને રોપવા માટે મોરબીની શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે.