બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય વેરા અધિકારી વિનોદ મગનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ કોહતી નામવાળી પેઢીઓ બનાવી આરોપી હાર્દિક કટારીયાએ ઈમેલ આઈડી બનાવી સીમકાર્ડથી ઓટીપી મેળવી કુલ ૧૩ પેઢીઓ બનાવી હતી. તેમાંથી જીએસટી નંબર અને યુઝર આઈડી મેળવી જીએસટી નંબરનો દુરુપયોગ કરીને ૨૮૭૯ ઇ વે બીલ જનરેટ કરીને સરકારને ૧૧,૧૭,૦૬,૭૯૧ નો ટેક્સ ના ભરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જે ફરિયાદ બાદ બી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને આરોપીએ મોરબી જિલ્લાના ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા મારફતે જામીન અરજી કરી હતી.
મોરબીમાં કરોડોના GST કૌભાંડમાં આરોપી CAના જામીન મંજૂર - GST
મોરબી: શહેરમાં કરોડોના GST ચોરી કૌભાંડ મામલે રાજ્ય વેરા અધિકારીની ફરિયાદ બાદ B ડિવિઝન પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં આરોપી CA હાર્દિક કટારીયાએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થયો છે.

ફાઈલ ફોટો
જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે, આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જેને કોઈ ગુનો કરેલો નથી માત્ર વ્યવસાયને લાગતું કાર્ય કર્યું છે. આરોપી નાસી જાય તેમ નથી તે ઉપરાંત સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ (૭) જી.એલ.આર. પેજ નં ૯૩ સંજ્ય ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈ કેસમાં જામીન અંગેના સિદ્ધાંતોને ધ્યાને લઈને જામીન મુક્ત કરવા દલીલ કરી હતી અને ધારાશાસ્ત્રીની દલીલને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા જામીન પર છુટકારો થયો છે.