ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી પ્રવાસ પૂર્વે મુખ્યપ્રધાનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પત્ર - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

મોરબી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7નવેમ્બરના રોજ મોરબી પધારી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી ધારાસભ્ય બ્રિજેશભાઈએ તેમને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં રોડ, રસ્તા, ફાયર સ્ટેશન, સિંચાઈની સુવિધા, ખેડૂતોના પાકવીમા, જર્જરિત પુલનું રીપેરીંગ અને નવનિર્માણ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉકટરોની નિમણુક, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો, મોરબીમાં મેડીકલ કૉલેજ આપવા અને મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માગ કરી છે.

મોરબી પ્રવાસ પૂર્વે મુખ્યપ્રધાનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પત્ર

By

Published : Nov 4, 2019, 5:22 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7નવેમ્બરના રોજ મોરબી પધારી રહ્યા છે. મોરબીની નવનિર્મિત એસ.પી કચેરીનું લોકાપર્ણ અને દૂધ સંઘના ચિલીંગ પ્લાનનું ખાતમુર્હત કરવાના છે. મુખ્યપ્રધાનની મોરબી મુલાકાત પૂર્વે મોરબીના ધારાસભ્યએ વિવિધ પ્રશ્નો અંગે CMને પત્ર લખ્યો છે.

મુખ્યપ્રધાનના મોરબી પ્રવાસ પૂર્વે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પત્ર લખ્યો

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યપ્રધાન રૂપાણીને ખુલ્લો પત્ર લખી મોરબીના પ્રાણ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ફાયર સ્ટેશન, સિંચાઈની સુવિધા, ખેડૂતોના પાકવીમા, જર્જરિત પુલનું રીપેરીંગ અને નવનિર્માણ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉકટરોની નિમણુક, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો, મોરબીમાં મેડીકલ કૉલેજ આપવા અને મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માગ કરી છે.

મોરબી શહેરમાં ટ્રાફિકને પગલે વિવિધ ફાટક પર ઓવરબ્રિજની માગ પણ પ્રબળ બની છે. આમ મોરબી અને માળિયાના વિવિધ 20 જેટલા વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે માગ કરવામાં આવી છે. મુખ્યપ્રધાનના મોરબી પ્રવાસ પૂર્વે ધારાસભ્યએ ખુલ્લો પત્ર લખી મોરબીની પીડા અને પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details